Friday, 16 January 2015

શ્રી શકટામ્‍બીકા માતાજી



ગૌતમ ગોત્રના આરાદ્ય કુળદેવી શ્રી શકટામ્‍બીકા માતાજી

આજથી લગભગ ૧૧૦૦ વર્ષ પહેલા ઉત્તર ગુજરાતના સિદ્ધપુર-પાટણના ગાદી પતી શ્રી મુળરાજ સોલંકી રાજાએ પોતાના શાસન કાળ દરમ્‍યાન કરેલ અનેક કપટો ગૌત્રો હત્‍યાઓ ના પ્રાયશ્ચિત માટે  શ્રી સ્‍થળ(સિદ્ધપુર) કે જેનો મહિમા ભાગવત ના ત્રીજા સંકધ માં વણવ્યો છે.કે જે અનેક ઋષિઓને ભુમિ છે, જયા સરસ્‍વતિનો વાસ છે.જેનાથી સ્‍વર્ગ વેંત છેટુ ગણાય છે. તેવી પવિત્ર તીર્થ ભુમિમાં રાજાઅે અતિ ભવ્‍ય રૂદ્ર મહાલય બનાવવાનું શરૂ કર્યું   તે સંબંધિ યજ્ઞાદિ કાર્યા માટે રાજાએ ઉત્તર ભારતના જુદા જુદા સ્‍થળોની કુલ મળી ૧૦૩૭ પવિત્ર વિધ્‍વાન તેજસ્‍વી બ્રાહમણોને તેડાવ્‍યા આ બ્રાહ્મણો પૈકી જે ગૌતમ ગોત્રી બ્રાહ્મણો પોતાની આરાધ્‍ય દેવી ને ગાડામાં લઇ આવ્‍યા હતા.તે સમયે સિદ્ધપુર નજીક પુષ્‍પાવતી નગરી કે જેતે સમયે અતિભવ્‍ય નગરી હતી આ નગરીમાં અનેક વાવ,તળાવ હતા. આવી ભવ્‍ય નગરીમાં માતાજીનુ ગાડું એકાએક અટકી ગયુ.ગૌતમી બ્રાહ્મણોએ માતાજીના મરજીથી આ પુષ્‍પવતી વગરીમાં માતાજીની સ્‍થાપના કરી.ગાડામાં  માતાજીની સવારી હોવાથી ગાડુ એટલેકે શકટ અને શકટમાં બીરાજેલા અંબીકા  એટલે કે શકટામ્‍બીકા   તરીકે ઓળખાયા માતાજીના આ નગરીમાં બીરાજ માન થવાથી રાજાઓ ગૌતમી બ્રાહ્મણોન. આ ગામ દન પેટે આપ્‍યું.તેથી પુષ્‍પાદલીયા તરીકે ઓળખાયા.
કાલ ક્રમે વિધિના વિધાનથી કોઇ તપસ્‍વીના શ્રાથી આ નગરીનો નાશ થઇ ગયો લોકો ગામ છોડી ચાલ્‍યા ગયા.કેટલાક વર્ષો પછી માતાજીના મંદીરના આધારે અગાઉના વર્ષોમાં કોઇ ગામ હશે. તે કલ્‍પનાથી સૌ પ્રથમ રબારી કોમે માતાજીના મંદીર પાછળ લગભગ ૮૦૦ વર્ષ વસવાટ કર્યો. તે પછીધીમે ધીમે અનેક કોમોએ વસવાટ કર્યો નવિન પસવાદળ ગામ તરીકે વિકાસ પામ્‍યુ.
આજથી ૯૯ વર્ષ પુર્વ સંવત ૧૯૭૧ ને માહસુદ-૭ ને શુક્રવારના રોજ માતાજીનો પુનઃ જીર્ણધ્ધાર પુર્વક પ્રાણ પ્રતિષ્‍ઠા કરવામાં આવી તે પછી છેલ્લા ૫૦ વર્ષથી દિન પ્રતિદિન ગૌતમી બ્રાહમણોની દર્શનાર્થે આવતી સંખ્‍યામાં વધારો થતો ગયો તેમ તેમ ગૌત્રીઓના  ઉદારદાન થી વહીવટ કર્તા ઓની સાચી નિષ્‍ઠા સેવા ભાવના અને ગામાવાસીઓના સહકારના ત્રિવેણી સંગમથી નવિન  જમીન  સંપાદન કરી અનેક રૂમો,હોલ,રસોડું વિગેરે બંધાવી સ્‍થાપના વિકાસ કાર્યોનો પ્રારભં તથો હાલમાં  દિન પ્રતિદિન સ્‍થાપના વિકાસ કાર્યો થતા રહે છે.
માતાજીના દર્શને જવા પસવાદળ માટે સિદ્ધપુર બસસ્‍ટેન્‍ડ પરથી અનેક બસોની સુવિધા મળી રહે છે.અંગત વાહનો દ્વારા સિદ્ધપુરથી પાલનપુર જતા ૮ કી.મી અંતરે  તેનીવાડા બસસ્‍ટેન્‍ડની સામે (હાઇવે થી જમણી બાજુ) પસવાદળ તરફ જવા માટે પાકો રોડ ઉપર મંદીર સુધિ જઇ શકાય છે.
માતાજીના સ્‍થાનકમાં યાત્રીકો માટે રાત્રી રાકાણની પણ સુવિધા મળી રહે છે. હાલમાં સૌરાષ્‍ટ્ર,મહારાષ્‍ટ્ર,રાજસ્‍થાન,ઉત્તર ગુજરાત,અમદાવાદથી અનેક યાત્રીકો માતાજીના સ્‍થાનકે આવી પાઠ,પુજા,થાળ પુજન,અર્ચન કરી પોતાની મનવાંચ્‍છીત ફળ મેળવી  ધન્‍યતા અનુભવે છે.
મહાસુદ  ૭ ના રોજ માતાજીનો પાટોસ્‍તવની ઉજવણી થાય છે.
ગૌતમી બ્રાહ્મણોના દેવતા
કુળદેવી-  શકટામ્‍બિકામાતાજી
ગણેશ-  મહાદર
શિવ-  વિરેશ્વર
ભૈરવ-  કાલભૈરવ
ગ્રામદેવતા-  વિરપાનાથ
પ્રવર−૩-  ગૌતમ, આંગીરસ, સાંક્ત
વેદ-  શુકલ યજુૅવેદ
શ્રી શકટામ્‍બિકાના વિવિધ સ્‍વરૂપો 
રવિવાર - વાધ સવાર-  અંબિકારૂપે
સોમવાર - નંદી સવાર-  પાવર્તી રૂપે
મંગળવાર - સિંહ/શકટ સવાર-  શકટામ્‍બિકા રૂપે
બુધવાર - ઐરાવત સવાર-  ઇન્‍દ્રાણીરૂપે
ગુરૂવાર - ગરૂડ સવાર-  વૈષ્‍ણાવી રૂપે
શુક્રવાર - હંસ સવાર-  સરસ્‍વતી રૂપે

શનિવાર - હાથી સવાર-  લક્ષ્‍મી રૂપે.

Wednesday, 24 December 2014

સરનામા અપડેટ બાબત


જય અંબે  સાથ જણાવવાનું કે આપણાં ઠાકર પરિવારના સરનામા અપડેટ મુકેલ છે.અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા આપના સરનામા જે અમારી પાસે છે તેમાં જ પત્ર વ્યવહાર થાય છે. જેમકે નિમંત્રણ પત્રિકાઓ મોકલવી કે અન્ય કોઈ વિગત મોકલવાની થતી હોય તો અમો આજ સરનામે મોકલીએ છી એ. 
તો આપને નમ્ર વિનંતી કે આપ આપનું સરનામું ચેક કરીલો અને તેમાં હજુ પણ કઈ ફેરફાર હોય તો મનીષભાઈ ઠાકર - મોરબી ને તેમનો વોટ્સઅપ નંબર 98259 00020 પર નવું સરનામું મોકલી આપશો જેથી આપને અમારા તરફથી થતો પત્ર વ્યવહાર સમયસર મળી જાય. 

નોંધ : - સરનામા માં ફેરફાર હોય તો જ નવું કે સાચું સરનામું 98259 00020 પર મનીષભાઈ ને વોટ્સઅપ દ્વારા મોકલી આપશો જેથી કરેક્શન થઈ જાય. 

ઠાકર પરિવાર અપડેટ સરનામા

















Sunday, 21 December 2014

હાર્દિક નિમંત્રણ

હાર્દિક નિમંત્રણ
        આગામી તારીખ 24/01/2015 શનિવાર ને સવંત્સરી ના રોજ હડિયાણા મુકામે માં અંબાના સાનિધ્યમાં પાઠાત્મક નવચંડી આયોજન,અન્નકુટ દર્શન તેમજ સુરુચિ ભોજન રાખેલ છે. તો આપના પરિવારને માં અંબાના જન્મ દિવસ નિમિતે આવીને આ અમૂલ્ય લ્હાવો લેવા માટે અંબાજી મંદિર ટ્રસ્ટ- હડિયાણા હાર્દિક નિમંત્રણ પાઠવે છે.
        ઉપરોક્ત આયોજનમાં આપના પરિવારમાં થી કેટલા સભ્યો ઉપસ્થિત રહી શકશે તેની સંખ્યાની વિગત મનીષભાઈ ઠાકર-મોરબી ને તેમના મોબાઈલ નંબર 98259 00020 પર 
તારીખ:- 19/01/2015 સુધીમાં નોંધાવી દેવા વિનંતી.જેથી કરીને સફળ આયોજન થઈ શકે. 

નોંધ:-

અન્નકૂટ માટે આપ આપની ઇચ્છામુજબનો પ્રસાદ(મીઠાઇ) સાથે લાવી શકો છો. 

કાંજીયા ઠાકર ના આંબા માં નવા નામ ચડાવવા બાબત

 જય અંબે.
        તમામ કાંજીયા ઠાકર કુટુંબી જનોને જણાવવાનું કે અંબાજી મંદિર – હડિયાણા માં આપણાં કુટુંબનો આંબો મુકેલ છે.હાલ નો આંબો આપણાં વડીલ મુરબ્બીશ્રી મુકુંદભાઈ ઠાકર તેમજ તેમના પરિવારની અથાગ મહેનતથી આપણાં પરિવારને અર્પણ કરેલ છે. તો હવે આપણી ફરજ એ આવે છે કે આ મહામૂલ્ય પરિવારનો આંબો આપણે સમયાંતરે અપડેટ કરતાં રહીએ.
        આપના પરિવારના કુળ દીપકો જેમની ઉમર ૨.૫ (અઢી)વર્ષ થઈ ગઈ હોય તો તેની વિગત નીચે જણાવેલ સરનામે તારીખ ૨૦/૦૧/૨૦૧૫ મંગળવાર સુધીમાં મોકલવા વિનંતી. જેથી કરીને હવે થોડાજ સમય માં આંબો અપડેટ કરવાનો હોય તો તેમાં આપના કુળ દીપકોના નામ અપડેટ થઈ જાય.
સાથે આટલી વિગત જરૂરથી મોકલશો
નોંધ:- જન્મ તારીખ નો દાખલો અચૂક મોકલશો.
આગળની પાંચ પેઢીના નામની લિન્ક મોકલવી જેથી સાચી જગ્યાએ કુટુંબની કડી જોડાઈ શકે.
ઉપરોક્ત બાબતે કઈ પણ પૂછપરછ કરવી હોય તો ૯૮૨૫૯ ૦૦૦૨૦ (મનીષભાઈ ઠાકર) નો સંપર્ક કરશો.
વિગત નીચેના સરનામે મોકલવી.

મનીષભાઈ.એસ.ઠાકર
૪૨,જનકલ્યાણ નગર
“જય અંબે”
લાલબાગ વિસ્તાર
મોરબી - ૩૬૩૬૪૨
(મોબાઈલ ૯૮૨૫૯ ૦૦૦૨૦) 

Thursday, 11 December 2014

કાંજ મુકામે પાટોત્સવ બાબત

નમસ્કાર
આગામી મહા વદ છઠ્ઠ તારીખ 10/02/2015 ના રોજ આપણાં કાંજ ગામે પાટોત્સવ તથા સામાન્ય સભા નું આયોજન છે.તો આપણે સૌ ત્યાં બહોડી સંખ્યામાં ઉપસ્થિત થાય તેવું આયોજન કરવા નમ્ર વિનંતી
આમ તો એક દિવસ નો પ્રોગ્રામ હોય છે જેમાં સવારથી જ કાર્યક્રમ ચાલુ થઈ જાય છે. અને સાંજે ૪.૦૦ વાગ્યાની આસ પાસ બીડું હોમાઈ છે. ત્યારબાદ મહાપ્રશાદ લઈ અને સર્વે પરિવાર જનો છુટ્ટા પડે છે.
કાંજ ગામ માં આપણો ઇતિહાસ હજુ પણ જોવા મેડ છે. ત્યાં આપણાં ભાઈ પ્રેમજીભાઇના ઘરે આશરે ૨૦૦વર્ષ થી અખંડ દીવો ચાલુ છે.તેના દર્શન કરવાનો અદભૂત લાવો છે.તેમજ પૌરાણિક રીતે ધજા ચડાવવા માં આવે છે અને પૌરાણિક બ્યુંગલ વગાડવામાં આવે છે. તેમજ આ શોભાયાત્રા આખા ગામ માથી ફર્યા બાદ મંદિર એ ધજા ચડાવવામાં આવે છે
ખરેખર આપણાં પરિવારણો અદભૂત પ્રશંગ આપણે માણવોજ જોઈ અને આપણી નવી પેઢી ને પણ આનો લાભ આપવો જોઈ