જય અંબે.
તમામ કાંજીયા ઠાકર કુટુંબી
જનોને જણાવવાનું કે અંબાજી મંદિર – હડિયાણા માં આપણાં કુટુંબનો આંબો
મુકેલ છે.હાલ નો આંબો આપણાં વડીલ મુરબ્બીશ્રી મુકુંદભાઈ ઠાકર તેમજ તેમના પરિવારની
અથાગ મહેનતથી આપણાં પરિવારને અર્પણ કરેલ છે. તો હવે આપણી ફરજ એ આવે છે કે આ
મહામૂલ્ય પરિવારનો આંબો આપણે સમયાંતરે અપડેટ કરતાં રહીએ.
આપના પરિવારના કુળ દીપકો જેમની ઉમર ૨.૫ (અઢી)વર્ષ થઈ ગઈ હોય તો
તેની વિગત નીચે જણાવેલ સરનામે તારીખ ૨૦/૦૧/૨૦૧૫ મંગળવાર સુધીમાં મોકલવા વિનંતી.
જેથી કરીને હવે થોડાજ સમય માં આંબો અપડેટ કરવાનો હોય તો તેમાં આપના કુળ દીપકોના
નામ અપડેટ થઈ જાય.
સાથે આટલી વિગત જરૂરથી મોકલશો
નોંધ:- જન્મ તારીખ નો દાખલો અચૂક મોકલશો.
આગળની પાંચ પેઢીના નામની લિન્ક મોકલવી જેથી સાચી જગ્યાએ કુટુંબની
કડી જોડાઈ શકે.
ઉપરોક્ત બાબતે કઈ પણ પૂછપરછ કરવી હોય તો ૯૮૨૫૯ ૦૦૦૨૦
(મનીષભાઈ ઠાકર) નો સંપર્ક કરશો.
વિગત નીચેના સરનામે મોકલવી.
મનીષભાઈ.એસ.ઠાકર
૪૨,જનકલ્યાણ નગર
“જય અંબે”
લાલબાગ વિસ્તાર
મોરબી - ૩૬૩૬૪૨
(મોબાઈલ ૯૮૨૫૯ ૦૦૦૨૦)
No comments:
Post a Comment