Wednesday, 24 December 2014

સરનામા અપડેટ બાબત


જય અંબે  સાથ જણાવવાનું કે આપણાં ઠાકર પરિવારના સરનામા અપડેટ મુકેલ છે.અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા આપના સરનામા જે અમારી પાસે છે તેમાં જ પત્ર વ્યવહાર થાય છે. જેમકે નિમંત્રણ પત્રિકાઓ મોકલવી કે અન્ય કોઈ વિગત મોકલવાની થતી હોય તો અમો આજ સરનામે મોકલીએ છી એ. 
તો આપને નમ્ર વિનંતી કે આપ આપનું સરનામું ચેક કરીલો અને તેમાં હજુ પણ કઈ ફેરફાર હોય તો મનીષભાઈ ઠાકર - મોરબી ને તેમનો વોટ્સઅપ નંબર 98259 00020 પર નવું સરનામું મોકલી આપશો જેથી આપને અમારા તરફથી થતો પત્ર વ્યવહાર સમયસર મળી જાય. 

નોંધ : - સરનામા માં ફેરફાર હોય તો જ નવું કે સાચું સરનામું 98259 00020 પર મનીષભાઈ ને વોટ્સઅપ દ્વારા મોકલી આપશો જેથી કરેક્શન થઈ જાય. 

ઠાકર પરિવાર અપડેટ સરનામા

















Sunday, 21 December 2014

હાર્દિક નિમંત્રણ

હાર્દિક નિમંત્રણ
        આગામી તારીખ 24/01/2015 શનિવાર ને સવંત્સરી ના રોજ હડિયાણા મુકામે માં અંબાના સાનિધ્યમાં પાઠાત્મક નવચંડી આયોજન,અન્નકુટ દર્શન તેમજ સુરુચિ ભોજન રાખેલ છે. તો આપના પરિવારને માં અંબાના જન્મ દિવસ નિમિતે આવીને આ અમૂલ્ય લ્હાવો લેવા માટે અંબાજી મંદિર ટ્રસ્ટ- હડિયાણા હાર્દિક નિમંત્રણ પાઠવે છે.
        ઉપરોક્ત આયોજનમાં આપના પરિવારમાં થી કેટલા સભ્યો ઉપસ્થિત રહી શકશે તેની સંખ્યાની વિગત મનીષભાઈ ઠાકર-મોરબી ને તેમના મોબાઈલ નંબર 98259 00020 પર 
તારીખ:- 19/01/2015 સુધીમાં નોંધાવી દેવા વિનંતી.જેથી કરીને સફળ આયોજન થઈ શકે. 

નોંધ:-

અન્નકૂટ માટે આપ આપની ઇચ્છામુજબનો પ્રસાદ(મીઠાઇ) સાથે લાવી શકો છો. 

કાંજીયા ઠાકર ના આંબા માં નવા નામ ચડાવવા બાબત

 જય અંબે.
        તમામ કાંજીયા ઠાકર કુટુંબી જનોને જણાવવાનું કે અંબાજી મંદિર હડિયાણા માં આપણાં કુટુંબનો આંબો મુકેલ છે.હાલ નો આંબો આપણાં વડીલ મુરબ્બીશ્રી મુકુંદભાઈ ઠાકર તેમજ તેમના પરિવારની અથાગ મહેનતથી આપણાં પરિવારને અર્પણ કરેલ છે. તો હવે આપણી ફરજ એ આવે છે કે આ મહામૂલ્ય પરિવારનો આંબો આપણે સમયાંતરે અપડેટ કરતાં રહીએ.
        આપના પરિવારના કુળ દીપકો જેમની ઉમર ૨.૫ (અઢી)વર્ષ થઈ ગઈ હોય તો તેની વિગત નીચે જણાવેલ સરનામે તારીખ ૨૦/૦૧/૨૦૧૫ મંગળવાર સુધીમાં મોકલવા વિનંતી. જેથી કરીને હવે થોડાજ સમય માં આંબો અપડેટ કરવાનો હોય તો તેમાં આપના કુળ દીપકોના નામ અપડેટ થઈ જાય.
સાથે આટલી વિગત જરૂરથી મોકલશો
નોંધ:- જન્મ તારીખ નો દાખલો અચૂક મોકલશો.
આગળની પાંચ પેઢીના નામની લિન્ક મોકલવી જેથી સાચી જગ્યાએ કુટુંબની કડી જોડાઈ શકે.
ઉપરોક્ત બાબતે કઈ પણ પૂછપરછ કરવી હોય તો ૯૮૨૫૯ ૦૦૦૨૦ (મનીષભાઈ ઠાકર) નો સંપર્ક કરશો.
વિગત નીચેના સરનામે મોકલવી.

મનીષભાઈ.એસ.ઠાકર
૪૨,જનકલ્યાણ નગર
જય અંબે
લાલબાગ વિસ્તાર
મોરબી - ૩૬૩૬૪૨
(મોબાઈલ ૯૮૨૫૯ ૦૦૦૨૦) 

Thursday, 11 December 2014

કાંજ મુકામે પાટોત્સવ બાબત

નમસ્કાર
આગામી મહા વદ છઠ્ઠ તારીખ 10/02/2015 ના રોજ આપણાં કાંજ ગામે પાટોત્સવ તથા સામાન્ય સભા નું આયોજન છે.તો આપણે સૌ ત્યાં બહોડી સંખ્યામાં ઉપસ્થિત થાય તેવું આયોજન કરવા નમ્ર વિનંતી
આમ તો એક દિવસ નો પ્રોગ્રામ હોય છે જેમાં સવારથી જ કાર્યક્રમ ચાલુ થઈ જાય છે. અને સાંજે ૪.૦૦ વાગ્યાની આસ પાસ બીડું હોમાઈ છે. ત્યારબાદ મહાપ્રશાદ લઈ અને સર્વે પરિવાર જનો છુટ્ટા પડે છે.
કાંજ ગામ માં આપણો ઇતિહાસ હજુ પણ જોવા મેડ છે. ત્યાં આપણાં ભાઈ પ્રેમજીભાઇના ઘરે આશરે ૨૦૦વર્ષ થી અખંડ દીવો ચાલુ છે.તેના દર્શન કરવાનો અદભૂત લાવો છે.તેમજ પૌરાણિક રીતે ધજા ચડાવવા માં આવે છે અને પૌરાણિક બ્યુંગલ વગાડવામાં આવે છે. તેમજ આ શોભાયાત્રા આખા ગામ માથી ફર્યા બાદ મંદિર એ ધજા ચડાવવામાં આવે છે
ખરેખર આપણાં પરિવારણો અદભૂત પ્રશંગ આપણે માણવોજ જોઈ અને આપણી નવી પેઢી ને પણ આનો લાભ આપવો જોઈ