Wednesday, 24 December 2014

સરનામા અપડેટ બાબત


જય અંબે  સાથ જણાવવાનું કે આપણાં ઠાકર પરિવારના સરનામા અપડેટ મુકેલ છે.અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા આપના સરનામા જે અમારી પાસે છે તેમાં જ પત્ર વ્યવહાર થાય છે. જેમકે નિમંત્રણ પત્રિકાઓ મોકલવી કે અન્ય કોઈ વિગત મોકલવાની થતી હોય તો અમો આજ સરનામે મોકલીએ છી એ. 
તો આપને નમ્ર વિનંતી કે આપ આપનું સરનામું ચેક કરીલો અને તેમાં હજુ પણ કઈ ફેરફાર હોય તો મનીષભાઈ ઠાકર - મોરબી ને તેમનો વોટ્સઅપ નંબર 98259 00020 પર નવું સરનામું મોકલી આપશો જેથી આપને અમારા તરફથી થતો પત્ર વ્યવહાર સમયસર મળી જાય. 

નોંધ : - સરનામા માં ફેરફાર હોય તો જ નવું કે સાચું સરનામું 98259 00020 પર મનીષભાઈ ને વોટ્સઅપ દ્વારા મોકલી આપશો જેથી કરેક્શન થઈ જાય. 

ઠાકર પરિવાર અપડેટ સરનામા

















Sunday, 21 December 2014

હાર્દિક નિમંત્રણ

હાર્દિક નિમંત્રણ
        આગામી તારીખ 24/01/2015 શનિવાર ને સવંત્સરી ના રોજ હડિયાણા મુકામે માં અંબાના સાનિધ્યમાં પાઠાત્મક નવચંડી આયોજન,અન્નકુટ દર્શન તેમજ સુરુચિ ભોજન રાખેલ છે. તો આપના પરિવારને માં અંબાના જન્મ દિવસ નિમિતે આવીને આ અમૂલ્ય લ્હાવો લેવા માટે અંબાજી મંદિર ટ્રસ્ટ- હડિયાણા હાર્દિક નિમંત્રણ પાઠવે છે.
        ઉપરોક્ત આયોજનમાં આપના પરિવારમાં થી કેટલા સભ્યો ઉપસ્થિત રહી શકશે તેની સંખ્યાની વિગત મનીષભાઈ ઠાકર-મોરબી ને તેમના મોબાઈલ નંબર 98259 00020 પર 
તારીખ:- 19/01/2015 સુધીમાં નોંધાવી દેવા વિનંતી.જેથી કરીને સફળ આયોજન થઈ શકે. 

નોંધ:-

અન્નકૂટ માટે આપ આપની ઇચ્છામુજબનો પ્રસાદ(મીઠાઇ) સાથે લાવી શકો છો. 

કાંજીયા ઠાકર ના આંબા માં નવા નામ ચડાવવા બાબત

 જય અંબે.
        તમામ કાંજીયા ઠાકર કુટુંબી જનોને જણાવવાનું કે અંબાજી મંદિર હડિયાણા માં આપણાં કુટુંબનો આંબો મુકેલ છે.હાલ નો આંબો આપણાં વડીલ મુરબ્બીશ્રી મુકુંદભાઈ ઠાકર તેમજ તેમના પરિવારની અથાગ મહેનતથી આપણાં પરિવારને અર્પણ કરેલ છે. તો હવે આપણી ફરજ એ આવે છે કે આ મહામૂલ્ય પરિવારનો આંબો આપણે સમયાંતરે અપડેટ કરતાં રહીએ.
        આપના પરિવારના કુળ દીપકો જેમની ઉમર ૨.૫ (અઢી)વર્ષ થઈ ગઈ હોય તો તેની વિગત નીચે જણાવેલ સરનામે તારીખ ૨૦/૦૧/૨૦૧૫ મંગળવાર સુધીમાં મોકલવા વિનંતી. જેથી કરીને હવે થોડાજ સમય માં આંબો અપડેટ કરવાનો હોય તો તેમાં આપના કુળ દીપકોના નામ અપડેટ થઈ જાય.
સાથે આટલી વિગત જરૂરથી મોકલશો
નોંધ:- જન્મ તારીખ નો દાખલો અચૂક મોકલશો.
આગળની પાંચ પેઢીના નામની લિન્ક મોકલવી જેથી સાચી જગ્યાએ કુટુંબની કડી જોડાઈ શકે.
ઉપરોક્ત બાબતે કઈ પણ પૂછપરછ કરવી હોય તો ૯૮૨૫૯ ૦૦૦૨૦ (મનીષભાઈ ઠાકર) નો સંપર્ક કરશો.
વિગત નીચેના સરનામે મોકલવી.

મનીષભાઈ.એસ.ઠાકર
૪૨,જનકલ્યાણ નગર
જય અંબે
લાલબાગ વિસ્તાર
મોરબી - ૩૬૩૬૪૨
(મોબાઈલ ૯૮૨૫૯ ૦૦૦૨૦) 

Thursday, 11 December 2014

કાંજ મુકામે પાટોત્સવ બાબત

નમસ્કાર
આગામી મહા વદ છઠ્ઠ તારીખ 10/02/2015 ના રોજ આપણાં કાંજ ગામે પાટોત્સવ તથા સામાન્ય સભા નું આયોજન છે.તો આપણે સૌ ત્યાં બહોડી સંખ્યામાં ઉપસ્થિત થાય તેવું આયોજન કરવા નમ્ર વિનંતી
આમ તો એક દિવસ નો પ્રોગ્રામ હોય છે જેમાં સવારથી જ કાર્યક્રમ ચાલુ થઈ જાય છે. અને સાંજે ૪.૦૦ વાગ્યાની આસ પાસ બીડું હોમાઈ છે. ત્યારબાદ મહાપ્રશાદ લઈ અને સર્વે પરિવાર જનો છુટ્ટા પડે છે.
કાંજ ગામ માં આપણો ઇતિહાસ હજુ પણ જોવા મેડ છે. ત્યાં આપણાં ભાઈ પ્રેમજીભાઇના ઘરે આશરે ૨૦૦વર્ષ થી અખંડ દીવો ચાલુ છે.તેના દર્શન કરવાનો અદભૂત લાવો છે.તેમજ પૌરાણિક રીતે ધજા ચડાવવા માં આવે છે અને પૌરાણિક બ્યુંગલ વગાડવામાં આવે છે. તેમજ આ શોભાયાત્રા આખા ગામ માથી ફર્યા બાદ મંદિર એ ધજા ચડાવવામાં આવે છે
ખરેખર આપણાં પરિવારણો અદભૂત પ્રશંગ આપણે માણવોજ જોઈ અને આપણી નવી પેઢી ને પણ આનો લાભ આપવો જોઈ 

Friday, 21 November 2014

વોટ્સઅપ પર મેમ્બર થવા અપીલ

આપના કાંજીયા ઠાકર પરિવાર નું વોટ્સઅપ ગ્રૂપ ચાલુ છે. જેની વિગત નીચે મુજબ છે.
વોટ્સઅપ નંબર 98259 00020
ગ્રૂપ એડમીન - મનીષભાઈ ઠાકર (મોરબી)

તો ઉપરોક્ત નંબર માં પોતાના વોટ્સઅપ નંબર જે ચાલુ હોય તેમાથી આપનું નામ તથા આપનું ગામ મેસેજ દ્વારા મોકલો જેથી આપને આ ગ્રૂપ માં એડ કરી સકાય.

આભાર,
મનીષભાઈ ઠાકર
સભ્યશ્રી,અંબાજી મંદિર ટ્રસ્ટ - હડિયાણા

આગામી આયોજન

આગામી દિવસોમાં જેમ રાજકોટ માં સ્નેહમિલન યોજાયું તેમ મોરબી,ગાંધીધામ,કાલાવડ,તેમજ જુનાગઢ મુકામે આપના પરિવાર નું સ્નેહ મિલન યોજાશે. જેની તારીખો હવે નક્કી કરવામાં આવશે

ઠાકર કુટુંબ સ્નેહ મિલન

ગત તારીખ 16/11/14 ના રોજ રાજકોટ મુકામે કાંજીયા ઠાકર પરિવાર જે રાજકોટ માં વશે છે. તે ઑ નું સ્નેહમિલન મળ્યું હતું.આટલા વર્ષો પછી પ્રથમ વખત જ આવું આયોજન થયું હતું અને તેને અપાર સફળતા પ્રાપ્ત થઈ હતી.
રાજકોટ મુકામે આ પ્રોગ્રામ ને સફળ બનાવવા માટે રાજકોટ મુકામે શ્રી બિપિનભાઈ ઠાકર,શરદભાઈ,સુમનભાઇ,જીતુભાઈ,તેમજ સમગ્ર પરિવારે અથાગ મહેનત ના કારણે રાજકોટ મુકામે 200 પરિવાર એકત્ર થયા હતા.
આ પ્રોગ્રામ માં આપના મંદિર અંબાજી મંદિર ટ્રસ્ટ ના હાલ ની કારોબારી મેમ્બર શ્રી ભૂપેશભાઈ જીતુભાઈ,બિપિનભાઈ,શૈલેષભાઈ,મુકેશભાઇ,દિપેનભાઇ,તેમજ મનીષભાઈ ઠાકર ઉપસ્થિત રહ્યા હતા.

જાણો ઔદિચ્ય બ્રાહ્મણ ના જૂની રૂઢિ અને રીત

ઔદિચ્ય બ્રાહ્મણ
ઇ.સ. ૯૬૦ના દાયકા દરમિયાન પાટણના રાજવી મૂળરાજ સોલંકી દ્વારા ઉત્તર ભારતના જુદા-જુદા પ્રાંતોમાંથી વિદ્વાન બ્રાહ્મણોને રુદ્ર યજ્ઞ માટે બોલાવવામાં આવ્યા. સંસ્કૃત ભાષામાં ઉત્તરને ઔદિચ તરીકે પણ ઓળખવામાં આવે છે. આમ ઉત્તર ભારતના આ વિદ્વાન બ્રાહ્મણોને ઔદિચ્ય બ્રાહ્મણ તરીકે આજે પણ ઓળખવામાં આવે છે. હાલમાં ઔદિચ બ્રાહ્મણોની ઘણી પેટા શાખાઓ જોવા મળે છે જે મુખ્યત્વે અમદાવાદ, મહેસાણા, ખેડા, ભરુચ, સુરેન્દ્રનગર, ભાવનગર, સાબરકાઠાં અને પંચમહાલ જિલ્લામાં વસવાટ કરે છે.
આમ મૂળરાજ સોલંકી દ્વારા ઉત્તર ભારતના જુદા-જુદા પ્રાંતોમાંથી ઉપર મુજબ કુલ ૧૦૩૭ વિદ્વાન બ્રાહ્મણોના પરીવારોને બોલાવવામાં આવ્યા હતાં. યજ્ઞ બાદ ૧૦૦૦ બ્રાહ્મણોએ મૂળરાજ સોલંકી દ્વારા અપાતી દક્ષીણાનો સ્વિકાર કર્યો અને તેઓ ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણો તરીકે ઓળખાયા. બાકીના ૩૭ બ્રાહ્મણોને તેમના જ્ઞાન મુજબ અલગ-અલગ જુથમાં વિભાજીત કરવામાં આવ્યા. આમ સહસ્ત્ર બ્રાહ્મણોએ ગુજરાતમાં રહેવા સ્વિકાર્યું અને અન્ય બ્રાહ્મણોએ થોડા સમય બાદ અમૂક શરતો મૂકી ને ગુજરાતમાં રહેવા સ્વિકાર્યું. આમ તેઓ ટોળકીયા તરીકે સંબોધન પામ્યા. આમ છતા સહસ્ત્ર બ્રાહ્મણોનું વર્ચસ્વ તેમની કરતા વધું જોવા મળતું. સહસ્ત્ર બ્રાહ્મણોના બે જુથો જોવા મળે છે જે ભૌગોલિક રીતે વિભાજીત થયેલા છે. સિહોરના અને સિદ્ધપૂરમાં વસતા. ૧૮૯૧માં ગુજરાતમાં તેમની વસ્તી આશરે ૨,૦૦,૦૦૦ (બે લાખ) જેટલી હતી. ઘણાં ઔદિચ્ય બ્રાહ્મણો કાળક્રમે રાજસ્થાનમા જઇ વસ્યા અને હાલમાં પણ ત્યાં ઔદિચ્ય બ્રાહ્મણોની ઘણી વસ્તી જોવા મળે છે. ઉપરાંત સિદ્ધપૂરના ઘણાં કુટુંબો ૧૭મી સદીમાં મધ્યપ્રદેશનાવડનગર, ઇન્દોર, ઉજ્જેન ક્ષેત્રમાં જઇ વસ્યા.

ગોત્ર અને અટક

ઔદિચ્ય બ્રાહ્મણો ઘણા ગોત્રના જોવા મળે છે. તેમા ખાસ કરી વત્સત્, ભાર્ગવ, દલભ્ય, દ્રોણ, મૌનસ, ગંગયન, સંક્રતૃત્ય, સંકૃત્ય, પાનલત્સ્ય, માંડક્ય, શૌનક, ભારદ્વાજ, કૌદિન્ય, કૃષ્ણત્રિ, સ્વેતરિ, ગૌતમ, કુતસ્થ, અંગિરસ, વસિષ્ઠ, પરાશર, કશ્યપ, શાંડિલ્ય, ગભિલ, ઉદલક, ઔદલસ,ગર્ગ, કૌશિક, હિરણ્યગર્ભ વગેરે વિશેષત: જોવા મળે છે.
પહેલાના વખતમાં ૧૬ જેટલી અટકો જોવા મળતી પરંતુ હાલમાં, ઔદિચ્ય બ્રાહ્મણોમાં આશરે સાંઠ (૬૦) જુદી-જુદી અટકો હોય છે. અટકો મોટા ભાગે તેમની આવડત અને વ્યવસાયને લગતી હોય છે. સર્વ સામાન્ય અટકોમાં દવે, પંડ્યા, ઠાકર, ઉપાધ્યાય, ત્રિવેદી, પંચોળી, જાની, પંડિત, પાઠક, આચાર્ય, રાવલ , જોશી, મહેતા, ભટ્ટ વગેરે. બ્રાહ્મણોને વેદ ભણાવવાનું કામ આચાર્યો કરતા. વળી આવી જ રીતે ઉપાધ્યાય, ઓઝા, પાઠક પણ વેદ ભણાવતા. રાજસેવામા રત બ્રાહ્મણો પુરોહિત અને પાંચાલ દેશમાં રહેવા વાળા બ્રાહ્મણો પંચોળી અને જ્યોતિશ વિદ્યાનું જ્ઞાન ધરાવતા બ્રાહ્મણો જોશી તરીકે ઓળખવામાં આવે છે. વળી ગામનો કારભાર કરનાર ઠાકર અને ચાર વેદોનું જ્ઞાન ધરાવનાર ચતુર્વેદી કે વ્યાસ , ત્રણ વેદનું જ્ઞાન ધરાવતા ત્રિવેદી કે ત્રિપાઠી, બે વેદનું જ્ઞાન ધરાવતા દ્વિવેદી કે દવે, યજ્ઞ કરાવવામાં પારંગત યાજ્ઞીક અને હિસાબી તથા નાણાકીય સેવામાં રોકાયેલા બ્રાહ્મણો મહેતા તરીકે પસિદ્ધી પામ્યા.

ગૌત્ર એટલે શુ..?

દરેક બ્રાહ્મણોની સાથે આટલી બાબત જોડાયેલી હોવી જોઈએ, અટક,ગૌત્ર,પ્રવર,વેદ,શાખા,કુળદેવી,ગણપતિ,યક્ષ,શિવભૈરવ,અને શર્મ આમાથી "ગૌત્ર" એટલે શું..?
પ્રાચીન સમયમાં તમામ ઋષિઓ ગાયોને પાળતા,પોષતા દરેક ઋષિઓ પોતપોતાની ગાયોના સમુહને એક જગ્યામાં સુરક્ષિત રાખે તે જગ્યાને આપણે "વાડો" કહીયે છીએ, ત્યારે તેને"ગૌત્ર" કહેવાતુ.
                           ગાય:ત્રાયન્તે યત્ર ઈતિ ગૌત્રમ|
જ્યાં ગાયો રક્ષણ પામતી તે જગ્યા એટલે "ગૌત્ર" આમ જેતે ઋષિના નામ પરથી તે "વાડા" ઓળખાતા તેથી એકજ જગ્યાએ ગાયોનો સમુહ એકઋષિના "વાડા"માં "ગોષ્ઠ"માં બંધાતી ગાયોને એક "ગૌત્ર"ના આધારે આગળ જતાં જેતે ઋષિના વંશજો પણ તે ગૌત્રથી ઓળખાવા લાગ્યા જેમકે વશિષ્ઠ ઋષિના વશિષ્ઠ "ગૌત્રના" કહેવાયા.

વત્સત ગૌત્ર

ગૌત્ર:-વત્સત. પ્રવરઃ-વત્સ,ચ્યવન,આપ્નુવાન,ઔર્વ,જમદગ્નિ. પ્રવરસંખ્યા:-૫. વેદઃ-શુકલયજુર્વેદ. શાખા:-માધ્યન્દિની. શિવઃ-શિવશંકર. ગણપતિ:-સન્મુખ. કુલદેવી:-તપ્તેશ્વરી. ભૈરવઃ-ભીષણ. શર્મ:-દત્ત.

આહાર

સંપૂર્ણ શાકાહારી હોવાની સાથે સાથે ઔદિચ્ય બ્રાહ્મણોનો મુખ્ય ખોરાક ચોખા, ઘઉં, બાજરો અને જુવાર તેમના રોજીંદા ખોરાક છે. વળી તુવેર તેમને સ:વિશેષ પસંદ પડે છે. તેઓ સ્વાભાવિક રીતે જ વ્યસનોથી દૂર રહે છે.

વિવાહ


સામાન્યત: ઔદિચ્ય બ્રાહ્મણોમાં વિવાહ સંસ્કારની ઉંમર સ્ત્રીઓ માટે ૧૮ થી ૨૫ વરસ અને પુરુષો માટે ૨૧ થી ૨૮ વર્ષ જોવા મળે છે. આર્ય પરંપરા મુજબ, સગોત્રીય તથા બહુપત્નીત્વ પ્રથા લગ્ન માટે વર્જીત ગણવામાં આવે છે. જૂના સમયમાં વિધવા વિવાહ પણ વર્જીત ગણવામાં આવતો.

ઠાકર કુટુંબ નો ઇતિહાસ

Thaker (ગુજરાતી : ઠાકર , હિન્દુસ્તાની ઉચ્ચાર : [ t̪ʰaːkr ]), Kashiraj Thaker વંશજો ઉલ્લેખ કુટુંબ નામ છે , સૌરાષ્ટ્ર , ગુજરાત પ્રદેશના ખસેડવામાં જે એક 11 મી સદીના કાશ્મીરી બ્રાહ્મણ ફેલાવો અને વિનંતી પર હિંદુ ધર્મ જાળવી 1143. ત્યાં સુધી આધુનિક ગુજરાત શાસન કરનાર સિદ્ધરાજ જયસિંહ હું (ખ . 1094 ), એક હિન્દૂ સોલંકી રાજા [1] આ કુટુંબ દિવાનો તરીકે 12 મી 19 મી સદી દરમિયાન Saurashtran ખાનદાની અંદર પ્રાધાન્ય હતો .
 
1297 થી કરો 1758 વિવિધ મુસ્લિમ શાસકો ગુજરાત શાસન ; આ સમય દરમિયાન Thaker પરિવારના સભ્યો મુઘલ સામ્રાજ્ય માટે સોલંકી રાજવંશ પાસેથી સૌરાષ્ટ્રના શાસકો માટે પ્રીમિયર રાજકીય અને નાણાકીય સલાહકારો તરીકે આજીવન વારસાગત હોદ્દાઓ માટે નીમવામાં આવ્યા ; નોંધનીય સમ્રાટ અકબર ધ ગ્રેટ . આખરે 1819 માં બ્રિટિશ સામ્રાજ્યના સર્વોપરીતા સ્વીકારવામાં જે મરાઠા સામ્રાજ્ય માટે સત્તાનું પરિવર્તન બાદ, Thaker પરિવારના સભ્યો, ગ્રંથ , ઇતિહાસ, ફિલોસોફી , કર્મકાંડ , રાજકારણ , કાયદો , સામાજિક વિભાવનાના અને નૈતિકતા મહારથ આવી રહી , ચાલુ રાખ્યું મુખ્ય સલાહકારો તરીકે અથવા આધુનિક ગુજરાત, પશ્ચિમ ભારતમાં બ્રિટિશ ભારતના પ્રિન્સલી સ્ટેટ્સ ઓફ વિવિધ મહારાજાસ / Maharanas માટે દિવાનો તરીકે એક્ઝિક્યુટિવ ઓફિસમાં તેમના હોદ્દા પર . 11 મી સદી પછી ઘણી Thaker પરિવારના સભ્યો સૌરાષ્ટ્રના મોટા ભાગ ના જમીનમાલિકો બની હતી. કુટુંબના ઘણા શાખાઓ ભારતમાં રહે છે, જ્યારે આજે, , કેટલાક bloodlines બીજાઓ વચ્ચે , આંતરરાષ્ટ્રીય ફેલાઈ છે, પૂર્વ આફ્રિકા , યુનાઇટેડ કિંગડમ અને અમેરિકા યુનાઈટેડ સ્ટેટ્સ .
Thaker એક કાશ્મીરી બ્રાહ્મણ નામ છે અને " ઠાકોર " અથવા " ઠાકુર " સાથે ભેળસેળ ન શકાય છે; ભારતના અન્ય ભાગોમાંથી આવ્યા જે હિન્દીમાં એક ભારતીય સામન્તી અને વસાહતી શીર્ષક . કે તે " Thakker " અથવા " ઠકરાંર " સાથે ગેરસમજ જોઈએ; આ લોહાણા જ્ઞાતિ થી અટકો . Kashiraj Thaker કાશ્મીર મૂળના છતાં તેમના વંશજો ઘણા અનુગામી સદીઓથી ગુજરાતમાં જન્મેલા અને સૌથી Thakers ગુજરાતી પોતાને વિચારણા કરવામાં આવી હતી.
ગુજરાતમાં વિરમગામ નજીકના ગામ Kanj ગુજરાતમાં Kashiraj Thaker પ્રથમ નિવાસસ્થાન હતું, અને તેમના વંશજો ભાગે ગામ મૂળના કર્યા માટે Kanjia Thakers તરીકે ઓળખવામાં આવે છે .
 
Thaker પરિવારના સભ્યો પરંપરાગત રીતે શૈવ , હિંદુ ધર્મ સૌથી જૂના સંપ્રદાય સાથે સંકળાયેલા છે ; સર્વોચ્ચ તરીકે શિવ સંબંધિત . ઐતિહાસિક રીતે, Thaker પરિવાર દ્વારા અભ્યાસ કર્યો તરફેણ ધાર્મિક ગ્રંથ આ શિવ પુરાણ હતી.
 
કારણે વિદ્વતાપૂર્ણ પરંપરા , Thaker કુટુંબ રેકોર્ડ અને પાછા Kashiraj Thaker ડેટિંગ બધા Thaker વંશની એક કુટુંબ - ટ્રી જાળવી રાખે છે. પરંપરાગત રીતે રેકોર્ડ હતા અને માત્ર પરિવારના પુરુષ વંશજો માટે કરવામાં આવે છે .
અંતમાં 11 મી અને પ્રારંભિક 12 મી સદી દરમિયાન , ગુજરાત આ હિન્દૂ દળો અને મુસ્લિમ આક્રમણકારો વચ્ચે ગંભીર હિંસા ભોગ બન્યા હતા. આ સમય માં, હિન્દૂ સંસ્કૃતિ અને ઉપદેશો સમર્થન સાથે કામ કરી રહી હતી જે બ્રાહ્મણો ભાગે નરસંહાર ના ભોગ હતા. પરિણામે ભારત આસપાસ બ્રાહ્મણો ની મુલાકાત , અને બાદમાં આ વિસ્તારમાં હિંદુ ધર્મ જાળવી ગુજરાતમાં સ્થાયી આમંત્રિત કરવામાં આવ્યા હતા . Kashiraj Thaker સિદ્ધરાજ જયસિંહ હું , 2 વર્ષની વયે 1096 માં પાટણ ના સિંહાસન સંભાળ્યું છે જે એક સોલંકી રાજા ના વિનંતી પર કાશ્મીર થી 12 મી સદીમાં સૌરાષ્ટ્રમાં આવ્યા , અને 1143. તેમના વંશજો તરીકે ચાલુ રહી ત્યાં સુધી આધુનિક ગુજરાત શાસન 1244. મુસ્લિમ શાસન માં વંશના પતન સુધી સોલંકી રાજવંશના આંતરિક - વર્તુળ સભ્યો વિજય સાથે 1297 માં ગુજરાત માં શરૂ થયો અલ્લાઉદિન - ઉદ-દિન Karandev બીજા ઉપર ખિલજી ; ગુજરાત ના છેલ્લા હિન્દૂ શાસક . [2] 1298 પહેલા, મુસ્લિમ લોકો તેને 14 મી સદી સુધી ન હતી ગુજરાતમાં દિલ્હી સલ્તનતના ઉદય સાથે , ભારત આ ભાગ સાથે પ્રસંગોપાત સંપર્ક થયો છે, પરંતુ માત્ર હતો કે એકવાર Thaker પરિવારના સભ્યો ફરી સૌરાષ્ટ્ર અને પાટણ માં શાસકો માટે ચીફ સલાહકાર તરીકે જાણીતા સ્થિતિ લીધો ; જમીનમાલિકો અને નાણા તરીકે પ્રાધાન્ય જાળવવા . ગુજરાત 1573 સુધીમાં દિલ્હી સલ્તનત હેઠળ રહ્યું [3] સમ્રાટ અકબર ગુજરાતના જોડી જ્યારે તેઓ એક મોગલ સુબહ બની . મોમીન ખાન મરાઠા સામ્રાજ્ય સમક્ષ આત્મસમર્પણ જ્યારે મુઘલ શાસન 1758 સુધીમાં કેટલાક 185 વર્ષ સુધી ચાલી હતી.