Friday, 16 January 2015
ગૌતમ ગોત્રના આરાદ્ય કુળદેવી શ્રી શકટામ્બીકા માતાજી
આજથી લગભગ ૧૧૦૦ વર્ષ પહેલા ઉત્તર ગુજરાતના
સિદ્ધપુર-પાટણના ગાદી પતી શ્રી મુળરાજ સોલંકી રાજાએ પોતાના શાસન કાળ દરમ્યાન કરેલ
અનેક કપટો ગૌત્રો હત્યાઓ ના પ્રાયશ્ચિત માટે શ્રી સ્થળ(સિદ્ધપુર) કે જેનો
મહિમા ભાગવત ના ત્રીજા સંકધ માં વણવ્યો છે.કે જે અનેક ઋષિઓને ભુમિ છે, જયા સરસ્વતિનો વાસ છે.જેનાથી સ્વર્ગ
વેંત છેટુ ગણાય છે. તેવી પવિત્ર તીર્થ ભુમિમાં રાજાઅે અતિ ભવ્ય રૂદ્ર મહાલય
બનાવવાનું શરૂ કર્યું તે સંબંધિ યજ્ઞાદિ કાર્યા માટે રાજાએ ઉત્તર ભારતના
જુદા જુદા સ્થળોની કુલ મળી ૧૦૩૭ પવિત્ર વિધ્વાન તેજસ્વી બ્રાહમણોને તેડાવ્યા આ
બ્રાહ્મણો પૈકી જે ગૌતમ ગોત્રી બ્રાહ્મણો પોતાની આરાધ્ય દેવી ને ગાડામાં લઇ આવ્યા
હતા.તે સમયે સિદ્ધપુર નજીક પુષ્પાવતી નગરી કે જેતે સમયે અતિભવ્ય નગરી હતી આ
નગરીમાં અનેક વાવ,તળાવ
હતા. આવી ભવ્ય નગરીમાં માતાજીનુ ગાડું એકાએક અટકી ગયુ.ગૌતમી બ્રાહ્મણોએ માતાજીના
મરજીથી આ પુષ્પવતી વગરીમાં માતાજીની સ્થાપના કરી.ગાડામાં માતાજીની સવારી
હોવાથી ગાડુ એટલેકે શકટ અને શકટમાં બીરાજેલા અંબીકા એટલે કે શકટામ્બીકા
તરીકે ઓળખાયા માતાજીના આ નગરીમાં બીરાજ માન થવાથી રાજાઓ ગૌતમી બ્રાહ્મણોન.
આ ગામ દન પેટે આપ્યું.તેથી પુષ્પાદલીયા તરીકે ઓળખાયા.
કાલ ક્રમે વિધિના વિધાનથી કોઇ તપસ્વીના
શ્રાથી આ નગરીનો નાશ થઇ ગયો લોકો ગામ છોડી ચાલ્યા ગયા.કેટલાક વર્ષો પછી માતાજીના
મંદીરના આધારે અગાઉના વર્ષોમાં કોઇ ગામ હશે. તે કલ્પનાથી સૌ પ્રથમ રબારી કોમે
માતાજીના મંદીર પાછળ લગભગ ૮૦૦ વર્ષ વસવાટ કર્યો. તે પછીધીમે ધીમે અનેક કોમોએ વસવાટ
કર્યો નવિન પસવાદળ ગામ તરીકે વિકાસ પામ્યુ.
આજથી ૯૯ વર્ષ પુર્વ સંવત ૧૯૭૧ ને
માહસુદ-૭ ને શુક્રવારના રોજ માતાજીનો પુનઃ જીર્ણધ્ધાર પુર્વક પ્રાણ પ્રતિષ્ઠા
કરવામાં આવી તે પછી છેલ્લા ૫૦ વર્ષથી દિન પ્રતિદિન ગૌતમી બ્રાહમણોની દર્શનાર્થે
આવતી સંખ્યામાં વધારો થતો ગયો તેમ તેમ ગૌત્રીઓના ઉદારદાન થી વહીવટ કર્તા
ઓની સાચી નિષ્ઠા સેવા ભાવના અને ગામાવાસીઓના સહકારના ત્રિવેણી સંગમથી નવિન
જમીન સંપાદન કરી અનેક રૂમો,હોલ,રસોડું
વિગેરે બંધાવી સ્થાપના વિકાસ કાર્યોનો પ્રારભં તથો હાલમાં દિન પ્રતિદિન સ્થાપના
વિકાસ કાર્યો થતા રહે છે.
માતાજીના દર્શને જવા પસવાદળ માટે
સિદ્ધપુર બસસ્ટેન્ડ પરથી અનેક બસોની સુવિધા મળી રહે છે.અંગત વાહનો દ્વારા
સિદ્ધપુરથી પાલનપુર જતા ૮ કી.મી અંતરે તેનીવાડા બસસ્ટેન્ડની સામે (હાઇવે
થી જમણી બાજુ) પસવાદળ તરફ જવા માટે પાકો રોડ ઉપર મંદીર સુધિ જઇ શકાય છે.
માતાજીના સ્થાનકમાં યાત્રીકો માટે
રાત્રી રાકાણની પણ સુવિધા મળી રહે છે. હાલમાં સૌરાષ્ટ્ર,મહારાષ્ટ્ર,રાજસ્થાન,ઉત્તર ગુજરાત,અમદાવાદથી અનેક યાત્રીકો માતાજીના સ્થાનકે
આવી પાઠ,પુજા,થાળ પુજન,અર્ચન
કરી પોતાની મનવાંચ્છીત ફળ મેળવી ધન્યતા અનુભવે છે.
મહાસુદ ૭ ના રોજ માતાજીનો
પાટોસ્તવની ઉજવણી થાય છે.
ગૌતમી બ્રાહ્મણોના દેવતા
કુળદેવી- શકટામ્બિકામાતાજી
ગણેશ- મહાદર
શિવ- વિરેશ્વર
ભૈરવ- કાલભૈરવ
ગ્રામદેવતા- વિરપાનાથ
પ્રવર−૩- ગૌતમ, આંગીરસ, સાંક્ત
વેદ- શુકલ યજુૅવેદ
શ્રી શકટામ્બિકાના વિવિધ સ્વરૂપો
રવિવાર - વાધ સવાર- અંબિકારૂપે
સોમવાર - નંદી સવાર- પાવર્તી
રૂપે
મંગળવાર - સિંહ/શકટ સવાર-
શકટામ્બિકા રૂપે
બુધવાર - ઐરાવત સવાર- ઇન્દ્રાણીરૂપે
ગુરૂવાર - ગરૂડ સવાર- વૈષ્ણાવી
રૂપે
શુક્રવાર - હંસ સવાર- સરસ્વતી
રૂપે
શનિવાર - હાથી સવાર- લક્ષ્મી
રૂપે.
Subscribe to:
Posts (Atom)